ઇનસ્ટન્ટ  ખમણ ઢોકળા

એકદમ પોચા અને જાળી વાળા ખમણ ઢોકળા કોને ના ભાવે… સાથે ચટાકેદાર ચટણી ઓ હોય તો બસ , પૂછવું જ શું .. બજાર માં મળતા તૈયાર પેકેટો માં શું શું ભેળવતા હશે , છોડો એ જંજાળ . હવે ઘરે જ બનાવો , માર્કેટ જેવા જ ઢોકળા . આજે હું લાવી છું આપના માટે એકદમ પોચા અને સ્વાદિષ્ટ એવા ખમણ ઢોકળા .. આ રીત થી હું છેલ્લા ઘણા વર્ષો થી બનવું છું . તો ચાલો આજે તમારી સાથે પણ શેઅર કરું . આશા છે પસંદ પડશે ..

સામગ્રી :

ઢોકળા માટે :

  • ૧.૫ વાડકો ચણા નો લોટ
  • ૨ ચામચી રવો
  • ૧.૫ ચમચી લીંબુ નો રસ
  • ૧ ચમચી ખાંડ
  • ૧/૨ વાડકો દહીં
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી તેલ
  • મીઠું
  • ૧ ચમચી eno

વઘાર માટે :

  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી જીરું
  • થોડા લીમડા ના પાન
  • ૨-૩ લીલા મરચા , ઉભા ચીરી કરેલા
  • હિંગ

રીત :

એક બાઉલ માં ઢોકળા માટે ની બધી સામગ્રી (eno સિવાય )ભેગી કરો .. પાણી ઉમેરી બેટર બનાવો . બેટર થોડું જાદુ રાખવું . આ બેટર ને ૧૦ min માટે ઢાંકી ને રાખી દો .

બીજી બાજુ ઢોક્લીયું માં પાણી ભરી ગરમ કરવા મૂકી દો . થાળી માં તેલ લગાવી ઢોકલીયા માં ગરમ થવા મૂકી દો .

ઢોકળા બેટર માં eno અને ૧ ચમચી પાણી એની ઉપર ઉમેરો . તુરંત મિક્ષ કરો. હવે આ બેટર ગરમ થાળી માં ઉમેરો . ઢોકલીયું ઢાંકી ૧૨-૧૫ min સુધી થવા દો .

ત્યાર બાદ ગેસ બંધ કરી ઢોકળા ની થાળી બહાર લઇ લેવી .

નાની કડાય માં તેલ ગરમ કરો. હવે એમાં રાઈ , જીરું , તલ , લીમડો, મરચા ઉમેરો. હિંગ નાખી ૧/૪ વાડકો પાણી ઉમેરો . ઉભરો આવે એટલે ચમચા થી આ વઘારેલું પાણી ઢોકળા ની થાળી માં એકસરખું રેડી દેવું .

૧-૨ min બાદ એકસરખા કટકા કરો અને પીરસો ..

આશા છે પસંદ આવશે. કમેન્ટ માં જરૂર થી જણાવજો કેવી લાગી રેસિપી

આભાર,

રુચિ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

Up ↑

Design a site like this with WordPress.com
Get started