મસાલા સેવ

ગુજરાતીઓ એના મનમોજી સ્વભાવ અને જાતજાત ના નાસ્તા માટે વખણાય છે. બજાર ના કેટલા પણ નાસ્તા લાવો , ઘર નો સ્વાદ જે સંતોષ આપે એ બીજે ક્યાંય નહીં મળે..

આજે હું લાવી છું, તીખી સેવ ની રીત. ચણા ના લોટ માંથી બનતી આ સેવ ખૂબ જ સરળ છે. સ્વાદ એટલો સ્વાદિષ્ટ કે વારંવાર ખાવા નું મન થયા કરશે.. ચા સાથે નાસ્તા માં કે બાળકો ને સ્નેક્સ બોક્સ માં દેવા માટે ઉત્તમ છે. આજ રીત માં લાલ મરચું ઉમેર્યા વગર આપ સાદી સેવ પણ બનાવી શકો.

સામગ્રી :

• 1 kg ચણા નો લોટ

• 2/3 ચમચી સંચળ

• મીઠું

• 3 મોટી ચમચી લાલ મરચું

• 1.5 ચમચી હળદર

• 1 ચમચી હિંગ

• તળવા માટે તેલ

રીત ::

ચણા ના લોટ ને સૌ પ્રથમ ચાળી ને મોટી થાળી માં લો. તળવા માટે નું તેલ, કડાય માં ગરમ મુકો.. લોટ માં મીઠું , લાલ મરચું , હળદર ,અને હિંગ ઉમેરો અને સરસ થી મિક્સ કરો.. મસાલા ના કોઈ ગાઠા ના રહી જાય એ ધ્યાન રાખવું..

આપ ચાહો તો અજમો શેકી એનો ભૂકો કરી લોટ માં ઉમેરી શકો.. હાથ થી મસાલો મિકસ કર્યા બાદ પાણી ઉમેરી ઢીલો લોટ તૈયાર કરો..

તૈયાર લોટ માં એકદમ ગરમ તેલ માંથી 1 મોટો ચમચો તેલ લઈ ઉમેરવું… ચમચા થી સરસ મિક્સ કરો.. આમ કરવા થી સેવ સરસ પોચી બનશે..

સેવ પાડવા ના સંચા ને સરસ તેલ લગાવી લો. સેવ માટે ની જીણા કાણાં વાળી જાળી લેવી.. એને પણ બંને બાજુ તેલ લગાવી દો.. સંચા માં જાળી ને ગોઠવી દો.

હવે તૈયાર લોટ ને આ સંચા માં 2/3 (પોણું ) ભરાઈ ત્યાં સુધી ભરો. લોટ ભરતી વખતે ધ્યાન રહે કે સંચા માં હવા ના રહેવી જોઈએ નહીં તો લોટ ના ગુચ્છા પડશે.

ધ્યાન રહે સેવ તળવા માટે તેલ એકદમ ગરમ જ જોઈશે. ગરમ તેલ માં સંચા ને ગોળ ફેરવતા જાઓ અને સેવ નું ગુંચળું પાડો.. તરત અડવું નહીં.

તેલ ના પરપોટા થોડા ઓછા થાય ત્યારબાદ આ ગુંચળા ને હળવે થી ઉથલાવી દો.. અને બંને બાજુ સરસ એકસરખું તળાય જાવા દો. સેવ ને તળવા માં બહુ વાર નહીં લાગે.. જારા ની મદદ થી બહાર કાઢી લો અને એકાદ મિનિટ માટે તેલ નિતારવા દો.

ત્યારબાદ આવી જ રીતે , બધા જ લોટ માંથી સેવ તૈયાર કરો. સંચો જરૂર પડે એમ ખોલી ફરી લોટ ભરતા રહો. તળાઈ ગયા બાદ એર ટાઈટ ડબ્બા માં ભરો . આશા છે પસંદ આવશે..

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

Up ↑

Design a site like this with WordPress.com
Get started